
કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી રહેલી ભારત જોડો યાત્રાને શુક્રવારે 100 દિવસ પૂર્ણ થયા છે આ દિવસોમાં રાજસ્થાનમાં આ યાત્રા ચાલી રહી છે આ યાત્રા તામિલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન પહોંચી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને રાજસ્થાન કોંગ્રેસના તમામ મોટા નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.
ભારત જોડો યાત્રા કુલ 3570 કિ.મી. ની છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને કોંગ્રેસના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.આ પ્રસંગે શુક્રવારે સાંજે જયપુરમાં લાઈવ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સિંગર સુનિધિ ચૌહાણ પોતાનું પરફોર્મન્સ આપશે આગામી દિવસોમાં આ યાત્રા હરિયાણા અને દિલ્હીમાં પ્રવેશવાની છે આ માટે આ રાજ્યોની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ જોરશોરથી તૈયારી કરી રહી છે.
આ યાત્રાએ 2800 કિલોમીટરનું અંતર કાપ્યું છે યાત્રાને તમામ સ્થળોએ સારો સહકાર મળ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે આ યાત્રા તેના નેતાઓ અને કાર્યકરોમાં નવી ઉર્જા ફેલાવવામાં સફળ રહી છે.
જ્યારે ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રથી નીકળી રહી હતી ત્યારે તેમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે તેમજ એનસીપી નેતા સુપ્રિયા સુલેએ હાજરી આપી હતી અને આ રીતે કોંગ્રેસે આ યાત્રા સાથે સહયોગી વિરોધ પક્ષોને જોડવાનો પ્રયાસ કર્યો હતો.
Leave a Reply