
દોસ્તો હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે ફરીદાબાદમાં 10 માં ફેલ નકલી ડૉક્ટર જે 15 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યો હતો તે મહિલાને પ્રતિબંધિત ગર્ભપાતની દવા આપતી વખતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રંગે હાથે ઝડપાયો છે.
આરોગ્ય વિભાગની ટીમ રવિવારે નકલી ગ્રાહક સાથે પહોંચી હતી નકલી ડોકટરે મહિલાને ગર્ભપાતની પ્રતિબંધિત દવા આપી પરંતુ તેને કેવી રીતે ખાવું તે પણ સમજાવ્યું.
મહિલા પાસેથી 500 રૂપિયા લઈને નકલી ડોક્ટરે તેને ગર્ભપાત માટે પ્રતિબંધિત દવા આપી. તેને ખાવાની રીત પણ સમજાવી. દવા લેતા મહિલાએ ત્યાં હાજર આરોગ્ય વિભાગની ટીમને ઈશારો કર્યો.
મહિલાએ સિગ્નલ આપતા જ ત્યાં હાજર અધિકારીઓએ તે નકલી ડોક્ટરને પકડી લીધો પરંતુ નકલી ડોક્ટરની ટીમ સાથે ઝપાઝપી કરીને આરોપી નાસી છૂટ્યો હતો. આ દરમિયાન કોઈએ આરોપી નકલી ડૉક્ટરનો સ્વાસ્થ્ય અધિકારીઓથી ભાગતો વીડિયો બનાવ્યો હતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Leave a Reply