
હાલના સમયના અંદર માતા પિતાએ સાથે મળીને પોતાના જ બાળકને કેનાલમાં ફેકી દીધો હતો હાલમાં આ બનાવ સામે આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળે છે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક પિતાએ સરકારી નોકરી બચાવવા માટે તેની ત્રણ મહિનાની પુત્રીને કેનાલમાં ફેંકી દીધી.
કેનાલમાં ડૂબી જવાથી બાળકીનું મોત થયું હતું પોલીસે આ મામલે મૃતકના માતા-પિતાની ધરપકડ કરી છે ભારે જહેમત બાદ માસૂમનો મૃતદેહ પણ કેનાલમાંથી મળી આવ્યો છે પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.
આ હૃદયદ્રાવક મામલો બિકાનેર જિલ્લાના ખાજુવાલા સર્કલના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જો કે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે ખાજુવાલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વિનોદ કુમારે જણાવ્યું કે રવિવારે છત્તરગઢ-બીકાનેર ભારતમાલા રોડ પર ઈન્દિરા ગાંધી મુખ્ય નહેરના પુલ ઉપરથી ત્રણ મહિનાની બાળકીને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી.
જેના કારણે બાળકીનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાને મોટરસાઇકલ સવારી એક મહિલા અને એક પુરુષ દ્વારા અંજામ આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું બાદમાં પોલીસને ભારે પ્રયાસો બાદ બાળકીની મૃતદેહ કેનાલમાંથી મળી આવી હતી.
Leave a Reply