
હાલમાં લગ્ન પહેલા તિરુમાલા મંદિર પોહોચ્યા છે જ્યારથી બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે ત્યારથી દરેક લોકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
દરમિયાન લગ્ન પહેલા દંપતીએ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે કેરળના ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી હતી અને આંધ્રપ્રદેશના ‘તિરુમાલા મંદિર’માં પ્રાર્થના પણ કરી હતી જ્યાંથી તેમની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
તેમના લગ્ન પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે જીવનની નવી શરૂઆત માટે સર્વશક્તિમાન પાસેથી આશીર્વાદ મેળવવા કેરળના ‘ગુરુવાયુર મંદિર’ની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
જે તસવીર સામે આવી છે, તેમાં અનંત અને રાધિકા મંદિરના પરિસરમાં પૂજારીઓના એક જૂથ સાથે ઉભેલા જોઈ શકાય છે જ્યારે અનંત પરંપરાગત સફેદ પોશાકમાં સજ્જ હતો ત્યારે તેની મંગેતર રાધિકા સોનેરી ભરતકામવાળા લાલ સૂટમાં અદભૂત દેખાતી હતી.
Leave a Reply