
દોસ્તો માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર અને ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે રિપોર્ટ્સ અનુસાર 67 વર્ષીય બિલ ગેટ્સ આ દિવસોમાં પૌલા હર્ડને ડેટ કરી રહ્યા છે પૌલા 60 વર્ષની છે અને તે ઓરેકલ કંપનીના દિવંગત સીઈઓ માર્ક હર્ડની પત્ની પણ છે.
પૌલા હર્ડ અને બિલ ગેટ્સ ગયા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાથે જોવા મળ્યા હતા આ પહેલા માર્ચ 2022માં પણ બંનેનો એકબીજા સાથેનો ફોટો સામે આવ્યો હતો. બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને દુનિયાની નજરથી છુપાવીને રાખ્યા હતા.
બિલ ગેટ્સે વર્ષ 2021 માં મેલિન્ડા ગેટ્સ સાથે છૂટાછેડા લીધા, તેમના 27 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો.રિપોર્ટ્સ અનુસાર બંને લગભગ એક વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે પીપલ ડોટ કોમમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ લોકો લાંબા સમયથી જાણતા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને પૌલા હર્ડ હજુ સુધી બિલ ગેટ્સના બાળકોને મળ્યા નથી.
પૌલા હર્ડ ઓરેકલના ભૂતપૂર્વ ચેરમેન માર્ક હર્ડની પત્ની છે માર્ક હર્ડનું લગ્નના 30 વર્ષ પછી 2019 માં અવસાન થયું પૌલા હર્ડની લિંક્ડિન પ્રોફાઇલ મુજબ તે નેશનલ કેશ રજિસ્ટર નામની કંપનીમાં કામ કરે છે તેમને કેથરીન અને કેલી નામની બે પુત્રીઓ છે.
Leave a Reply