
હાલમાં મુંબઈ ગોવા હાઇવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે આ અક્મ્સ્તા મુંબઈ ગોરેગાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠણ રાપોલી ગામ પાસે થયો હતો જેમાં આ અકસ્માતમાં ટ્રક અને ફોરવ્હીલર વચ્ચે થયો હતો.
આ અકસ્માત ખૂબ જ ભયાનક હતો પરંતુ સદનસીબના કારણે આ અકસ્માતમાં 4 વર્ષના બાળકનો કુદરતી બચાવ થયો હતો આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં એક ફોરવ્હીલર મુંબઈથી આવી રહી હતી અને આ દરમિયાન ટ્રક અને ફોરવ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આના કારણે લોકોએ દુનિયામાં અંતિમ સાસ લીધા હતા.
હાલમાં આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ કહેવામા આવે છે કે ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો મૃતકોમાં ચાર મહિલાઓ અને પાંચ પુરુશોનો સમાવેશ થાય છે જ્યારે ગંભીર થયેલા બાળકનો બચાવ થયો છે.
Leave a Reply