ભાજપના આ નેતા 13 વર્ષની બાળકીને ઘરે બોલાવી કરતાં હતા આવા કામો, બાળકીએ જણાવી સમગ્ર હકીકત…

13 વર્ષની સગીરને ઘરે બોલાવી કરતો હતો આવા કામ
13 વર્ષની સગીરને ઘરે બોલાવી કરતો હતો આવા કામ

હાલમાં મધ્યપ્રદેશમાથી ચોકાવનારી ઘટના સામે આવી છે ભાજપના એક નેતાએ માત્ર 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપી નેતાની કારને આગ ચાંપી દીધી તેના ઘરની સામે ભારે હોબાળો થયો.

લોકોને શાંત કરવા ભારે પોલીસ બંદોબસ્ત બોલાવવો પડ્યો હતો આ મામલો બેતુલ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે ભૂતપૂર્વ એલ્ડરમેન રમેશ ગુલહાણેએ સોમવારે સાંજે તેને પોતાના ઘરે બોલાવી હતી.

અહીં તેની સાથે ખોટું કર્યું. યુવતીએ જણાવ્યું કે આ પહેલા પણ તેણે તેની સાથે આવું કૃત્ય કર્યું હતું. તે થોડા પૈસા આપતો હતો અને કોઈને કંઈ ન કહેવાની ધમકી આપતો હતો. આ વખતે યુવતીએ ઘરે આ વાત કહી સંબંધીઓ તરત જ પોલીસ પાસે પહોંચ્યા.

બાળકી પર બળાત્કાર થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી જયારે પોલીસ એફઆઈઆર નોંધી રહી હતી ત્યારે આરોપી તક જોઈને ભાગી ગયો હતો આરોપીઓની ધરપકડ ન થતાં લોકોમાં રોષ વધ્યો હતો તેના ઘર આગળ ભીડ એકઠી થઈ ગઈ.

ત્યાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી તણાવ વધતો જોઈને પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો વધતા જતા તણાવને જોતા આખી રાત ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત રહ્યો હતો. જિલ્લાના તમામ પોલીસ વિભાગના એસડીઓપી અને ટીઆઈને બેતુલ બોલાવવામાં આવ્યા હતા.

તેની ઘટનાના વિસ્તારમાં ડ્યુટી લગાવી દેવામાં આવી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે અમલા, બેતુલ બજાર, મુલતાઈ, બેતુલના ટીઆઈ અને મુલતાઈ, બેતુલ, શાહપુર અને ભૈંસદેહી એસડીઓપી તૈનાત કરવામાં આવ્યા હતા પોલીસે ટોળા દ્વારા સળગેલી કારને પણ સ્થળ પરથી હટાવી લીધી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*