
શ્રીલંકા સામેની શ્રેણીની ત્રીજી વનડે પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડની તબિયત બગડતા તેઓ બેંગલુરુ જવા રવાના થઈ ગયા છે.
બીસીસીઆઈએ કહ્યું છે કે દ્રવિડ ત્રીજી વનડે માટે કોલકાતાથી સીધો તિરુવનંતપુરમ પહોંચી ગયો છે. પરંતુ તેમના સ્વાસ્થ્ય અંગે હજુ પણ સસ્પેન્સ છે રિપોર્ટ્સ અનુસાર રાહુલ દ્રવિડની તબિયત સારી નથી. દ્રવિડને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા છે.
જે બીજી વનડે દરમિયાન સામે આવી હતી. ત્યારબાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. તે શુક્રવારે સવારે કોલકાતાથી બેંગલુરુ જવા રવાના થયો હતો.
આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી 2-0થી કબજે કરી હતી હવે છેલ્લી મેચ રવિવારે (15 જાન્યુઆરી) તિરુવનંતપુરમમાં રમાશે. દ્રવિડ તે પહેલા એટલે કે શનિવારે જ તિરુવનંતપુરમમાં ટીમ સાથે જોડાશે.
Leave a Reply