
વર્ષ ૨૦૨૦મા અચાનક જ એક બાદ એક ટીવી અને બોલીવુડ કલાકારોની આત્મહત્યાના સામે આવેલા કિસ્સા તો તમને યાદ હશે જ હાલમાં પણ આવી જ પરિસ્થિતિ ફરી એકવાર સર્જાતી જોવા મળી રહી છે.
થોડા દિવસ પહેલાં જ મલયાલમ અભિનેત્રી સહાનાં નું રહસ્યમય રીતે મોત થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગઈકાલે બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેના ઘરમાંથી જ તેની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે.
ગઇકાલે સવારે પલ્લવી ડે તેના ઘરમાં પંખાથી લટકતી જોવા મળી હતી જો કે પલ્લવી ડે નું મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે.
એવામાં હાલમાં પલ્લવોના માતાપિતાએ પલ્લવીના બોયફ્રેન્ડ સાઘનિક પર શંકા જતાવી છે પલ્લવી ના પિતાના જણાવ્યા અનુસાર સાધનિક જે કોલકતાની જ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે.
તેને બે વર્ષ પહેલાં જ બીજી યુવતી સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા અને આ યુવતી અવારનવાર સાધનિક અને પલ્લવી વચ્ચે વિવાદ ઉભો કરતી હતી જો કે સાધનિકની માતાનું કહેવું છે કે તે લીવ ઇન રીલેશનશીપ ના વિરોધમાં હતા પરતું પલ્લવી ના માતાપિતાને કોઈ તકલીફ ન હતી.
Leave a Reply