અરેરે… આ જગ્યાએ થયા બમ ધમાકા, 25 થી વધારે લોકોના અવસાન અને 130 થી વધુ ઘાયલ…

A bomb blast took place at this place

હાલમાં જબરજસ્ત ઘટના સામે આવી છે કે પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આ!ત્મઘાતી હુમલો થયો છે આ બ્લા!સ્ટમાં અત્યાર સુધીમાં 25થી વધારે લોકોના અવસાના થયા છે, જ્યારે 90 થી 150 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો સ્થાનિક લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.

જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સને જ અંદર જવા દેવામાં આવી રહી છે પેશાવરના પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું હતું કે મસ્જિદ બિલ્ડિંગનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો.

ઘણા લોકો તેની નીચે દટાયા હોવાની આશંકા છે. કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે આ પહેલા પણ પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*