
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે #AskSRK દ્વારા, તે ટ્વિટર પર ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબ પણ આપે છે હવે તેણે એક સોશિયલ મીડિયા યુઝરને યોગ્ય જવાબ આપ્યો છે જેણે બોલિવૂડના કિંગને પૂછ્યું હતું કે તે ‘ખાન’ અટક શા માટે વાપરે છે.
હકીકતમાં બુધવારે શાહરૂખ ખાને ટ્વિટર પર તેના 13 વર્ષ પૂરા કર્યા આ પ્રસંગે અભિનેતાએ #AskSRK સત્ર યોજ્યું જેમાં તેણે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા આ સેશન દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝરે શાહરૂખ ખાનને પૂછ્યું ખાન સાબ આપકા ફેમિલી બેકગ્રાઉન્ડ તો કાશ્મીરી હી ના ફિર ક્યૂં લગતે હૈ અપને નામ સાથ.
આ સોશિયલ મીડિયા યુઝરના સવાલનો શાહરૂખ ખાને જડબાતોડ જવાબ આપ્યો તેણે કહ્યું આખી દુનિયા મારો પરિવાર છે પરિવારના નામે નામ નહીં હોતા હૈ કામથી નામ હોતા હૈ મહેરબાની કરીને નાની નાની વાતોમાં પડશો નહીં.
આ સિવાય શાહરૂખ ખાને બીજા ઘણા ફેન્સના સવાલોના જવાબ આપ્યા.તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન આ મહિને ફિલ્મ પઠાણથી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. તે ચાર વર્ષ પછી આ ફિલ્મમાં જોવા મળશે.
પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ મહિનાની 25 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે. બીજી તરફ બુધવારે જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મ પઠાણનું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ થશે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Leave a Reply