
હાલમાં મહેસાણામાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે આ ઘટનામાં ખેતરમાં પાક જોવા ગયેલા એક યુવાનનું ખેતરમાં જ કરૂણ અવસાન થઈ ગયું હતું આ અવસાનને કારણે પરિવારમાં દુખની લહેર છવાઈ ગઈ હતી.
આ ઘટના અંગે વિગતવાર વાત કરવામાં આવે તો મહેસાણાના લાંજગણ નજીક ખેતરમાં પાક જોવા ગયેલા ખેડૂત સાથે મોટો હાદસો સર્જાયો હતો જેમાં કહેવામા આવે છે કે થાંભલાથી પદેલા વાયરને અડકી જતાં યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો.
આ કારણસર યુવકનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું સમગ્ર ઘટનાની જાણ પરિવારના લોકોને થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.
ખેતરમાં ખુલ્લુ વાયર હાલમાં યુવક માટે જાનલેવા સાબિત થયું છે હાલમાં ખેતરમાં પડેલા વાયરને લઈને વિગતવાગર માહિતી સામે આવી નથી હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ધ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Leave a Reply