
સુરત એરપોર્ટ પર મંગળવારે બપોરે 40 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ થયું હતું સુરત એરપોર્ટ પર હાજર સીઆઈએસએફ, એરપોર્ટ અને ફાયર વિભાગે તાત્કાલિક ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જો કે તે એક મોક ડ્રીલ હતી. બે દિવસ પહેલા નેપાળમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી તે જોતા સુરત એરપોર્ટનો આંતરિક સ્ટાફ કેવી રીતે કામ કરે છે તેની તપાસ કરવામાં આવી હતી એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈનીના જણાવ્યા અનુસાર સુરત એરપોર્ટ પરથી ટેકઓફ કરતી ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે રનવે પર ક્રેશ થઈ હતી.
જ્યારે ફ્લાઈટમાં આગ લાગી ત્યારે CISF સ્ટાફ મેડિકલ સ્ટાફ ફાયર વિભાગ અને એરપોર્ટના લોકો હાજર હતા. તેઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. સાથે મળીને તરત જ ઘાયલોને બચાવવાનું શરૂ કર્યું. ઘાયલોને એરપોર્ટ પર હાજર એમ્બ્યુલન્સમાંથી સારવાર આપવામાં આવી હતી.
કેટલા લોકો ઘાયલ થયા, કેટલા લોકોના મોત થયા અને વિમાનને કેટલું નુકસાન થયું તેની તપાસ કરવામાં આવી જોકે, તે માત્ર મોકડ્રીલ હતી. આવી મોક ડ્રીલ વર્ષમાં બે વખત કરવામાં આવે છે.
આનાથી ખ્યાલ આવે છે કે એરપોર્ટનો આંતરિક સ્ટાફ મોક ડ્રીલમાં કેવી રીતે કામ કરે છે અને અન્ય બાહ્ય સ્ટાફ કેવી રીતે કામ કરે છે. જો મોકડ્રીલમાં કોઈ ખામી જણાય તો તેને સુધારી શકાય છે.
Leave a Reply