
હાલમાં સુરત શહેરમાથી ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે જેમાં એક નાની બાળકીનું પહરણ કરવામાં આવ્યું છે હાલમાં આ સમગ્ર ઘટનાનો CCTV સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે શહેરમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાઓ વચ્ચે બાળકીના અપહરણની ઘટના સામે આવી છે.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં બાળકીના અપહરણની ઘટના પ્રકાશમાં આવતાં જ ખળભળાટ મચી ગયો હતો બાળકીનું અપહરણ થયું ત્યારે બાળકીનો પરિવાર ફૂટપાથ પર હતો.પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
કહેવામા આવે છે કે માસૂમ બાળકીની ઉમર 3 વર્ષની હતી મહિધરપુરા વિસ્તારના રૂવાલા ટેકરામાંથી એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે આ પરિવાર ઘણા વર્ષોથી ફૂટપાથ પર રહે છે રાત્રે તેઓ ફૂટપાથ પર પથરાયેલી સાદડી પર સૂઈ જાય છે.
સવારે પરિવારના સભ્યો ઉઠીને કામ પર ગયા હતા આ દરમિયાન એક પરિચિત મહિલા બાળકને લઈ ગઈ હતી આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply