
ઉયતરાયણના તહેવારના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો અગાઉ જ પતંગ ચગાવવા લાગ્યા છે આ દરમિયાન ઉતરાયણના પહેલા જ અનેક જીવલેણ બનાવો બનતા રહે છે ત્યારે હાલમાં વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે.
સાત વર્ષીય રુદ્ર ભટ્ટ રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા માદાપર ચોકડી પાસે પરિવાર સાથે રહે છે ત્યારે ઉતરાયણનો તહેવાર આવતો હોવાને કારણે તે શાણાએથી આવીને મિત્રો સાથે પતંગ ચગાવતો હતો.
આ દરમિયાન અચાનક તેનો પતંગ કપાઈ જતાં તે પતરામાં ભરાઈ ગયો હતો આ બાદ તે પતરામાં ભરાયેલો પતંગ લેવા માટે ગયો હાથો અને અચાનક આ પતરા તૂટી જવાને કારણે તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો.
રુદ્ર ત્રીજા માળેથી નીચે પડતાં મિત્રો બૂમાબૂમ કરી બેઠા હતા આના બાદ આસપાસના લોકો રુદ્રને હોસ્પીટલમાં લઈ ગયા હતા આને લઈને હાલમાં પરિવારમાં દુખની લહેર દોડી છે.
Leave a Reply