
હાલમાં મહેસાણા માંથી સમાચાર સામે આવ્યા છે કે વિધાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં આગ લાગી છે મહેસાણા પાસેનો આ બનાવ જેમા ડિવાઇન ચાઇલ્ડ વોટર પાર્ક સ્કૂલની બસમાં આગ લાગી છે.
આ પગલે સ્કૂલના બાળકોને તાત્કાલિક બસમાંથી નીચે ઉતારી દેવાયા છે ફાયરે ટીમે આગ પર પહોંચી કાબૂ મેળવ્યો છે સ્કૂલબસમાં આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આ ઘટના બની ત્યારે બસમાં બાળકો સવાર હતા આ બસ બાળકોને લઇને સ્કૂલ જઇ રહી હતી ત્યારે અચાનક જ બસમાં આગ લાગી ગઈ હતીજેના કારણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા.
જોકે, આગ લાગવાને પગલે સ્કૂલમાં જઈ રહેલા બાળકોને ત્વરિત નીચે ઉતારી લેવાયા હતા. આગની ઘટના મહેસાણા બસ સ્ટેન્ડ પાસે બની હતી તો દોસ્તો આ ઘટના અંગે તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં જણાવો.
Leave a Reply