
તમે દહેજ માટે લગ્ન તૂટતાં તો ઘણીવાર જોયા હશે પણ શું તમે ક્યારે એવું જોયું છે કે વરરાજાની કાર મંડપ સુધી ન પહોંચવાને કારણે કોઈના લગ્ન તૂટ્યા હોય નવાઈ લાગે એવી વાત છે પણ આવો જ એક કિસ્સો હાલમાં આણંદમાં સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર આણંદના નાપાડ વાંટામાં બે દિવસ પહેલાં યોજાયેલા લગ્નમાં.
વરરાજાની કાર બીએમડબ્લ્યુ મંડપ સુધી ન પહોંચવાને કારણે ગુસ્સે થયા હતા જે બાદ વરરાજાનો અહમ ઘવવાંને કારણે તે કન્યાને લીધા વિના જ પરત ફર્યા હતા ઉલ્લેખનીય છે કે હાલમાં આ અંગે જય ભારતીય ફાઉન્ડેશન મા અરજી કરવામાં આવતા કન્યાનો પતિ તેને લઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જણાવી દઈએ કે કન્યાના પિતા ન હોવાથી તેના ભાઈએ જમીન ગીરવે મૂકી બહેનના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા પરંતુ હાલમાં લગ્ન થઈ ગયાં હોવા છતાં વરરાજાની જિદ્દને કારણે જાન પાછી ફરતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે આ કિસ્સાને જોતા સમજી શકાય કે વ્યક્તિ ગુસ્સામાં કેવી વિચિત્ર હરકત કરી શકે છે.
જો કે હાલમાં તો સમાજના લોકો વરરાજાની આ હરકતને વખોડી રહ્યા છે તેમજ દીકરીને ન્યાય મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
Leave a Reply