
હાલમાં સ્લીપર બસ આગનો ગોળો બની છે તેલંગાણાના હૈદરાબાદમાં એક સ્લીપર બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી ઘટના રવિવારે સવારે કુકટપલ્લી નજીક જેએનટીયુની છે.
મળતી માહિતી મુજબ ખાનગી બસ મુસાફરોને લઈને હૈદરાબાદથી ગોવા જઈ રહી હતી જેના કારણે બસના એન્જિનમાં રસ્તાની વચ્ચે જ આગ લાગી હતી આગ આખી બસમાં પ્રસરે તે પહેલા જ તમામ મુસાફરો સમયસર બસમાંથી ઉતરી ગયા હતા.
થોડી જ વારમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
મળતી માહિતી મુજબ આગની ઘટના બાદ જેએનટીયુમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો બસમાં કુલ 6 મુસાફરો સવાર હતા અકસ્માતમાં તેમનો જીવ બચી ગયો હતો.
Leave a Reply