
હાલના સામના અંદર નાના બાળકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લાના માંડવી ગામમાંથી એક બાળક બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી છે અહીં 6 ડિસેમ્બરે એક 8 વર્ષનો બાળક 55 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો.
હકીકતમાં મધ્યપ્રદેશના માંડવી ગામમાં મંગળવારે એક 8 વર્ષનો છોકરો બોરવેલમાં પડી ગયો હતો અહેવાલો અનુસાર બાળકને બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આખી રાત બચાવ કામગીરી પણ ચાલી હતી.
8 વર્ષના બાળકનું નામ તન્મય સાહુ છે જે માંડવી ગામના બોરવેલમાં પડી ગયો છે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે SDRFની ટીમ હોમગાર્ડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. બાળકને બહાર કાઢવામાં હજુ 2 થી 3 કલાકનો સમય લાગી શકે છે.
બાળક જવાબ આપતું નથી અમારી ટીમ બાળકને બહાર કાઢવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે મીડિયા સાથે વાત કરતા તન્મયના પિતા સુનીલ સાહુએ જણાવ્યું કે બાળક ખેતરમાં રમતા એક ખુલ્લા બોરવેલમાં પડી ગયો.
અહેવાલો અનુસાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બાળકના બચાવ કાર્યને લઈને દરેક ક્ષણના સમાચારો રાખી રહ્યા છે સાથોસાથ બાળકને બહાર કાઢવા માટે સખત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Leave a Reply