
ચોટીલા રાજકોટ હાઇવે પર આપાગીગાનો ઓટલા પાસે ખાનગી લકજરી બસમાં વહેલી સવારે અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી આ સાથે આ સમગ્ર ઘટનામાં એક મહિલા મુસાફરનું અવસાન થયું છે.
જ્યારે બીજા ચારથી પાંચ મુસાફરોને ભારે ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે આના કારણે તેમણે તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં ખાનગી બસ મુસાફરોને લઈને વાપીથી સોમનાથ તરફ જઈ રહી હતી.
આ દરમિયાન આ બનાવ બન્યો હતો આ ઘટનામાં અનેક મુસાફરોને કીમતી માલસામાન બળીને ખાક થઈ ગયો હતો ફાઇય ટીમે ઘટના સ્થળે પોહોચી બસમાં લાગેલી આગને કાબુમાં કરી હતી.
મળતી માહિતી અનુસાર ખાનગી બસ તમામ મુસાફરોને લઈને વાપીથી સોમનાથ જઈ રહી હતી જ્યારે રસ્તામાં ચોટીલા હાઇવે પર આગ લગતા આ બનાવ બન્યો હતો.
Leave a Reply