
હાલના સમયના અંદર હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે પન્ના ટાઈગર રિઝર્વમાં એક વાઘનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો જેનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
અગાઉ 9 નવેમ્બરે પણ અહીં એક વાઘણ મૃત હાલતમાં મળી આવી હતી ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન રિપોર્ટ 2018 અનુસાર દેશમાં સૌથી વધુ 526 વાઘ મધ્યપ્રદેશમાં છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાઘના મોતના સમાચાર સતત સામે આવી રહ્યા છે.
મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં એક વાઘનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો વાઘનું શરીર ક્લચ વાયરથી લટકતું હતું ટાઈગર રિઝર્વના સ્ટાફે વાઘનો મૃતદેહ જોયો કે તરત જ અધિકારીઓને જાણ કરવામાં આવી.
પન્ના ટાઈગર રિઝર્વના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે વાઘના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે પેટ્રોલિંગ ટીમને ઉત્તર વન વિભાગ હેઠળના વિક્રમપુર બીટ નજીક વાઘનો મૃતદેહ મળ્યો હતો.
આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ પહેલા 10 નવેમ્બરે વાઘણ પી 213 (63)નું અહીં મોત થયું હતું પન્ના ટાઇગર રિઝર્વમાં જન્મેલા અને ઉછરેલા પી-213 (63)નું અવસાન થયું હતું.
Leave a Reply