
હાલના સમયના અંદર વડોદરાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જ્યાં એક બેકાબૂ કાર એક દુકાનના અંદર ઘૂસી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ ગાડી પાર્કિંગ સમયે બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દીધું હતું.
આના કારણે ગાડી દોડી ગઈ અને આગળ દુકાનમા ઘૂસી ગઈ હતી હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમાં દુકાનના કાચ પણ તૂટેલો જોવા મળે છે.
હાલમાં દુકાન માલિકે મહિલા વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે રાત્રે આ ઘટના બની હતી જેમાં મહિલાની એક ભૂલના કારણે દુકાનદારનું મોટું નુકસાન થયું હતું.
આ વિચિત્ર અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ઇજા કે જાનહાનિ થઈ નથી હાલમાં દુકાનના માલિકે મહિલા વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
Leave a Reply