
શંખેશ્વરના તાલુકાનાં કુવર ગામમાં રહેતા ભારત ભાઈ જલા ભાઈ રબારી ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમના પરિવાર તેમની પત્ની માતા અને તેમની બહેનો છે 3 ડિસેમ્બરના રોજ લાખું બહેન રબારી ગામના તળાવે કપડાં ધોવાનું કહીને નીકળ્યા હતા.
આ બાદ ગણા કલાકો વીતી ગયા હતા પરંતુ લાખું બહેન રબારી ઘરે આવ્યા ન હતા આના કારણે પરિવારના ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.
આ બાદ પરિવારના લોકોએ લાખું બહેનની શોધખોળ શરૂ કરી હતી તળાવના કિનારેથી પરિવારને લાખું બહેનની ચપ્પલ અને ધોવાઈ ગયેલા કપડાં મળી આવ્યા હતા.
પરિવારના લોકોએ લાખું બહેનની ગણી શોધખોળ કરી હતી આ બાદ તળાવના કિનારેથી લાખું બહેનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ સમાજના આગેવાનો અને પોલીસ ઘટના સ્થળે પોહોચી ગઈ હતી.
Leave a Reply