
દોસ્તો બિગ બોસ 16 માં પોતાની ક્યૂટનેસથી આખા દેશનું દિલ જીતનાર અબ્દુ રોજિક ભલે હવે આ શોનો ભાગ ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે બિગ બોસ 16’માંથી બહાર થયા બાદ અબ્દુ લાઈમલાઈટમાં છે.
અબ્દુની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે હવે ભારતમાં પણ તેના ઘણા ચાહકો છે એમાં કોઈ શંકા નથી કે અબ્દુ રોજિકને ઘણો પ્રેમ કરવામાં આવે છે, પરંતુ એક લેટેસ્ટ વીડિયોના કારણે અબ્દુને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
તજાકિસ્તાનના 19 વર્ષના અબ્દુ રોજિકે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે બાથટબમાં બેસીને કપડાં ધોતો જોવા મળે છે. આ દરમિયાન અબ્દુ તેનું ગીત પ્યાર પણ ગાઈ રહ્યો છે.
જો કે અબ્દુ રોજિક તેના દરેક વીડિયોમાંથી પ્રેમ ભેગો કરે છે પરંતુ આ વખતે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અબ્દુ રોજિકે બાથટબમાં નળ ખુલ્લો છોડી દીધો છે જેના કારણે પાણીનો ઘણો બગાડ થઈ રહ્યો છે જેના કારણે લોકો અબ્દુને ઘણું ખોટું બોલી રહ્યા છે.
Leave a Reply