
શાહરૂખના ફિલ્મી કરિયર અફેર અને પરિવાર વિશે તો બધા જાણે છે પરંતુ તેની માતા અને પિતા વિશે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. તમને જણાવી દઈએ કે શાહરુખના પિતા તાજ મોહમ્મદ સ્વતંત્રતા સેનાની હતા અને આ વાતનો ખુલાસો શાહરુખે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. શાહરૂખ જ્યારે 15 વર્ષનો હતા ત્યારે તેના પિતાનું કે!ન્સરથી અવસાન થયું હતું.
શાહરૂખ ખાનના પિતા તાજ મોહમ્મદ ખાન સંસ્થાનવાદી ભારતમાં સ્વતંત્રતા સેનાની હતા એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખે ખુલાસો કર્યો હતો કે તેના પિતા તાજ 15 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવા સ્વતંત્રતા સેનાની હતા શાહરૂખે એ પણ ખુલાસો કર્યો કે તેના પિતાએ તેને દેશની આઝાદી વિશે શું સલાહ આપી હતી.
શાહરૂખના પિતા સ્વર્ગસ્થ તાજ મોહમ્મદ ખાન પેશાવરથી ભારત આવ્યા હતા એક જૂના ઈન્ટરવ્યુમાં જ્યારે ફરીદા જલાલે શાહરૂખને પૂછ્યું કે તમારા પરિવારના વડીલોનો આ દેશની રાજનીતિ સાથે ખૂબ જ સન્માનજનક સંબંધ રહ્યો છે તો આજની રાજકીય પરિસ્થિતિ વિશે તમે શું કહેવા માંગો છો.
આ પ્રશ્નના જવાબમાં શાહરૂખે જવાબ આપ્યો મારો પરિવાર ખાસ કરીને મારા પિતા અમે બધા તે સમયે આઝાદી પૂર્વેના ભારત દેશના રાજકારણ સાથે ખૂબ નજીકથી જોડાયેલા હતા.
કારણ કે મારા પિતા પોતે આ દેશના સૌથી યુવા સ્વાતંત્ર્ય સેનાની હતા અને જનરલ શાહનવાઝ જેવા લોકો સાથે સંબંધ ધરાવતા હતા દોસ્તો તમને જણાવી દઈએ કે શાહરુખના પિતાની કબર દિલ્હીમાં આવેલી છે.
Leave a Reply