
ST બસના ચાલકો બેફામ બસ ચલાવે છે આના કારણે ગણી વાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે વડોદરાના જેલ રોડ પર ST બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા બે વિધ્યાર્થિનીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી.
જ્યારે એક વિધ્યાર્થીનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું મળતી માહિતી અનુસાર MS માં T.Y માં અભ્યાસ કરતી કિર્તિ નાયક હાલમાં પોતાની મિત્ર સાથે હાલમાં ચાલી રહેલી પરીક્ષા આપવા માટે આવી હતી.
તેઓ પરીક્ષાના પેપર પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ એક્ટિવા લઈને નીકળ્યા હતા આ દરમિયાન જેલ રોડ ખાતે યમરાજ બનીને આવી રહેલ ST બસ સાથે ગોજારો અકસ્માત સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાને પગલે કિર્તિ નાયકનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું જ્યારે મિત્ર વૈભવી પ્રજાપતિને ઇજાઓ પોહોચતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી અકસ્માતને પગકલે ઘટના સ્થળે લોકોના ટોળાં ને ટોળાં ઉમટી પડ્યા છે.
Leave a Reply