
મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું ટ્રકની ટક્કરથી અવસાન થયું હતું આ ઘટના ત્યારે બની જ્યારે તેણી પોલીસ સ્ટેશનમાં ફરજ પૂરી કરીને કડી તાલુકામાં વામજ ખાતે તેના મામાના ઘરે જઈ રહી હતી મહિલા પોલીસ કોન્સ્ટેબલને આજે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશા રબારી વામજના રહેવાસી છે. આશરે દોઢ વર્ષ પહેલા આશાના લગ્ન અંબાસણ ગામમાં રહેતા રાજુ રબારી સાથે થયા હતા.
આશા રબારી 2016-17 થી પોલીસ સેવામાં જોડાયા હતા અને દોઢ મહિના પહેલા કડી ખાતે બદલી કરવામાં આવી હતી. નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી આશા રબારી તેના પતિ સાથે અંબાસણ ગામમાં રહેતી હતી.
પરંતુ માતાની નાદુરસ્ત તબિયતના કારણે તે છેલ્લા ચાર દિવસથી તેના 11 માસના પુત્ર વેદ સાથે તેના મામાના ઘરે રહેતી હતી બુધવારે ડ્યુટી બાદ આશા રબારી એક્ટિવા પર તેના મામાના ઘરે જઈ રહી હતી. તે રાજપુર પાટિયા-છત્રાલ વચ્ચે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે એક્ટિવા સવાર આશા રબારીને અડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં આશા રબારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ દળમાં શોકનો માહોલ છવાયો હતો આજે સવારે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ અધિકારીઓ અને જવાનોએ આશા રબારીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મહિલા કોન્સ્ટેબલ આશા રબારીને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
Leave a Reply