
બોલીવુડ ઇન્ડસ્ટ્રીની હાલત હાલમાં કેટલી કથળી ગઈ છે એ તો તમે જાણતા જ હશો ગયા વર્ષે રિલીઝ થયેલી સાઉથ ફિલ્મ પુષ્પા બાદ દર્શકોનો ઝોક સાઉથ તરફ વળતા બોલીવુડની એક બાદ એક ફિલ્મો ફ્લોપ સાબિત થઈ રહી છે.
આ જ કારણ છે કે હાલમાં જૂની ફિલ્મોના સિક્વલ બનાવવાનો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે થોડા મહિનાઓ પહેલાં જ ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ અંગે જાણકારી આપવામાં આવી હતી આ સાથે ફિલ્મ ફિર હેરા ફેરી ની સિક્વલ અંગે પણ લોકોમાં આતુરતા જોવા મળી રહી છે.
જો કે ફિલ્મ હેરા ફેરીની સિક્વલ બનશે કે નહિ તે અંગે હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી પરંતુ આ ફિલ્મને લઇ ફિલ્મના મુખ્ય અભિનેતા પરેશ રાવલે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
ફિલ્મ હેરા ફેરી અંગે સવાલ પૂછવામાં આવતા પરેશ રાવલે કહ્યું કે જો મારે ફરીથી એ જ ચશ્મા અને ધોતી પહેરીને કામ કરવાનું હોય તો હું પૈસા સિવાય બીજી કોઈ વાતે ખુશ નહિ હોઉં તેમને કહ્યું કે મુન્ના ભાઈ એમબીબીએસ ફિલ્મની જે સિક્વલ બની તે સિક્વલ ફિલ્મની સારું ઉદાહરણ છે.
સિક્વલ ફિલ્મમાં જ્યાં સુધી બેક ગ્રાઉન્ડ અલગ ન હોય ત્યાં સુધી હું કોઈ પણ રોલ નિભાવવા માટે ઉત્સાહમાં નહિ હોઉં હેરા ફેરી ફિલ્મની સિક્વલ જો એ જ જૂના ડાયલોગ સાથે બનાવવી હોય તો એ નહિ ચાલે અને આ રોલથી મને ઉત્સાહ નહિ થાય.
પરેશ રાવલનું આ નિવેદન એક સાચા અભિનેતાની નિશાની છે એક અભિનેતા માટે નવા નવા પાત્રમાં પોતાની જાતને ઢાળી બતાવવી અને કઈ નવું કરવા પર ધ્યાન આપવું એ જ મહત્વનું હોવું જોઈએ નહિ કે પૈસા.
Leave a Reply