
બોલીવુડ અભિનેતા આર માધવન નું નામ આજે કોઈથી અજાણ્યું નથી થ્રી ઇડિયટ્સ રહેના હે તેરે દિલ મેં જેવી ફિલ્મોમાં અભિનય કરનાર આ અભિનેતા કરિયર ની શરૂઆતથી જ પોતાના અભિનય ને કારણે લોકપ્રિય રહ્યા છે.
આર માધવન ની સ્ટાઈલ અને અભિનય નો એક અલગ ચાહક વર્ગ છે પરંતુ હાલમાં કાન્સ ફેસ્ટિવલમાં આર માધવ ને જે કરી બતાવ્યું છે તે જોતાં માત્ર તેમના ચાહકો જ નહિ સમગ્ર દેશ ને પણ તેમના પર ગર્વ થશે.
એ તો તમે જાણતા જ હશો કે હાલમાં શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે તો તમે જાણતા જ હશો ૧૭ મે થી ૨૮ મે સુધી ચાલનારા આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા આ વખતે ભારતીય સિનેમાની એક બે નહીં પરતું ત્રણ ફિલ્મોની સ્ક્રીનીંગ કરવામાં આવી હતી.
આ ત્રણ ફિલ્મમાં એક આર માધવન ની રોકેટ્રી ફિલ્મ નું પણ સ્ક્રીનીંગ રાખવમાં આવ્યું હતું વૈજ્ઞાનિક નમ્બી નારાયણ ના જીવન પર આધારિત આ ફિલ્મમાં આર માધવન અભિનેતા સહિત એક ડાયરેકટર પણ રહ્યા છે.
આ ફિલ્મનું સ્ક્રીનીંગ પૂરું થયા બાદ કાન્સ જ્યાં દેશ વિદેશના ક્રિટીક અને ફિલ્મ જાણકારો હાજર હોય છે ત્યાં આર માધવન ની ફિલ્મના વખાણ કરતા બધા જ લોકોએ ઉભા થઇ આર માધવનને સન્માન આપ્યું હતું.
જણાવી દઈએ કે ૧ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ ફ્રાન્સ સાઇબિરીયા જેવા દેશમાં કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં હોલીવુડ અભિનેતાઓ એ પણ કામ કર્યું છે.
વાત કરીએ આ ફિલ્મ વિશે તો ફિલ્મ નમ્બી નારાયણના જીવન પર આધારિત છે એક વૈજ્ઞાનિક જેના પર પાકિસ્તાન સાથે દસ્તાવેજ લીક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તેના જીવન સંઘર્ષ ને આર માધવન પડદા પર લાવવા જઈ રહ્યા છે.
Leave a Reply