અભિનેતા રામચરણે કરી શિવલિંગ ની સફાઈ ! જાણો શું છે કારણ…

Actor Ramcharan cleans Shivling

કહેવાય છે કે જીવનમાં જ્યારે પણ તમને સફળતા મળે તો સૌથી પહેલાં ભગવાનનો આભાર માનવો જોઈએ જો કે મોટેભાગે વ્યક્તિ આવું કરવાનું ભૂલી જતો હોય છે ખાસ કરીને સેલિબ્રિટી માટે એવું કહેવામાં આવતું હોય છે કે લાખો કરોડોની કમાણી કર્યા બાદ આ કલાકારોને માત્ર પાર્ટી કરવાનું જ યાદ આવતું હોય છે.

જો કે હાલમાં જ સાઉથના એક જાણીતા અભિનેતા એ લોકોની આ માન્યતાને ખોટી સાબિત કરી છે સાઉથ અભિનેતા રામચરણ જે હાલમાં જ તેમની ફિલ્મ આર આર આર ને કારણે ચર્ચામાં આવ્યા છે તે ફિલ્મની સફળતા બાદ પાર્ટી કરવાને હાલમાં જ કેરળના જાણીતા સબરીમાલા મંદિરમાં પહોંચ્યા હતા.

આ મંદિરના રિવાજ મુજબ રામચરણ ૪૧ દિવસ સુધી બ્રહ્મચર્ય નું પાલન કરી કાળા કલરનો કુર્તો પહેર્યો હતો તેમજ ૪૧ દિવસ જમીન પર સૂઈ સાદગીથી પૂજા કરી હતી.

રામચરણના આ સંસ્કાર જોઈને તો લોકો ખુશ થયા જ હતા પરતું હાલમાં ફરી એકવાર રામચરણે એક એવું કામ કર્યું છે જેને બોલીવુડની જૂઠી શાન પર ચોટદાર લાફો માર્યા નું કામ કર્યું છે.

હાલમાં જ રામચરણનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં આ અભિનેતા ન માત્ર શિવ મંદિરમાં એક સામાન્ય માણસની જેમ પૂજા કરતા જોવા મળ્યા પરંતુ આ મંદિરમાં તે પોતાના હાથે એક સામાન્ય ભક્તની જેમ જ શિવલિંગની સફાઈ પણ કરતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ કે આ મંદિર તેલંગણાના દામકોડા ફોર્ટમાં આવેલું છે આ જ કિલ્લામાં અભિનેતાએ લગ્ન કર્યા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*