
એ તો તમે જાણતા જ હશો કે સ્વપ્ન નગરી મુબઈમાં રોજના લાખો કરોડો યુવાનો ફિલ્મ જગતમાં કરિયર બનાવવાના વિચારથી આવતા હોય છે કેટલાક લોકો થોડા વર્ષો મહેનત કર્યા બાદ આ સપનાઓ છોડી પરત ફરી જતાં હોય છે તો કેટલાક ને નસીબના થોડા સાથથી મહેનત બાદ સાઈડ રોલ મેળવવામાં સફળતા મળતી હોય છે.
બોલીવુડમાં આજે પણ ઘણા એવા કલાકાર છે જેમનામાં અભિનય ની આવડત હોવા છતાં ક્યારેક તેમના કદ ને કારણે તો ક્યારેક અન્ય કારણોસર હંમેશા સાઈડ રોલમાં રહી જતા હોય છે આવા જ એક બોલીવુડ અભિનેતા છે રાજપાલ યાદવ.
ભૂલભૂલૈયા મુજસે શાદી કરોગી ભાગમભાગ જેવી ફિલ્મોમાં પોતાના અભિનય થી લોકોમાં ઓળખ બનાવનાર આ અભિનેતા મા કોમેડી અને અભિનય ની આવડત હોવા છતાં પાછલા કેટલાક વર્ષોથી તે ફિલ્મોથી ગાયબ જોવા મળી રહ્યા હતા.
જો કે આવનારા સમયમાં આ અભિનેતા અર્ધ નામની એક ફિલ્મમાં જોવા મળવાના છે જેનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે ટ્રેલર મા રામપાલ યાદવ એક ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળી રહ્યા છે તે સાડી પહેરીને રસ્તા પર લોકોથી ભીખ માંગતા જોવા મળી રહ્યા છે.
ટ્રેલર મા રૂબિના દિલૈક રામપાલ યાદવની પત્નીના રોલમાં જોવા મળી રહી છે જે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા બનવાનું પતિનું સપનું પૂરું કરવા પતિને હિંમત આપતી જોવા મળી રહી છે જણાવી દઈએ કે અર્ધ થી પલાશ મુચ્છલ નિર્માતા તરીકે શરૂઆત કરી રહ્યા છે.
Leave a Reply