
હાલમાં પીડિત પરિવારની મદદ માટે શાહરુખ ખાન આગળ આવ્યા છે શાહરૂખ ખાનની એનજીઓ મીર ફાઉન્ડેશન દ્વારા અંજલિના પરિવારને આર્થિક મદદ આપવામાં આવી છે અંજલિના મામાના કહેવા પ્રમાણે ગત સાંજે મીર ફાઉન્ડેશન વતી મૃતકના પરિવારજનોને આર્થિક મદદ સોંપવામાં આવી હતી.
તેને કેટલા પૈસા મળ્યા તે અંગે તેણે કશું કહ્યું ન હતું દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં 1 અને 2 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લગભગ 2:30 વાગ્યે બનેલા પીડાદાયક હિટ એન્ડ રન કેસમાં 20 વર્ષીય અંજલિ સિંહનું મૃત્યુ થયું હતું.બલેનો કારે અંજલિની સ્કૂટીને ટક્કર મારી જેમાં તે કારની નીચે ફસાઈ ગઈ.
કાર તેને 12 કિલોમીટર સુધી ખેંચી ગઈ. અંજલિની લાશ રોડ પર નગ્ન અવસ્થામાં મળી આવી હતી. મળતી માહિતી મુજબ પીડિતા તેના ઘરમાં એકમાત્ર કમાનાર હતી. તેની માતાની તબિયત ખરાબ છે અને તેના ભાઈ-બહેન હજુ નાના છે.
મીર ફાઉન્ડેશનની નાણાકીય સહાયનો હેતુ ખાસ કરીને અંજલિની માતાને તેની સારવાર અને તેના ભાઈ-બહેનના શિક્ષણમાં મદદ કરવાનો છે. તમને જણાવી દઈએ કે SRKએ પોતાના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામે મીર ફાઉન્ડેશનની સ્થાપના ચેરિટેબલ સંસ્થા તરીકે કરી છે.
Leave a Reply