
બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા નું નામ તો તમે સાંભળ્યું જ હશે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી વર્ષ ૨૦૧૨મા બોલીવુડમાં એન્ટ્રી કરનાર આ અભિનેતા પાછલા કેટલાક મહિનાઓથી અભિનેત્રી આલિયા ભટ્ટ સાથેના અફેર ને કારણે ચર્ચામાં જોવા મળી રહ્યા હતા.
જો કે હાલમાં જ આ અભિનેતા પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના સોશીયલ મીડીયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના હાથ પર ઇજા પહોચી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
જણાવી દઈએ કે સિદ્ધાર્થ હાલમાં ગોવામાં તેમની આવનારી સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સ નું શુટિંગ કરી રહ્યા છે આ સિરીઝ ને રોહિત શેટ્ટી બનાવી રહ્યા છે એવામાં સ્વાભાવિક છે એક્શન સીન વધુ હોવાને કારણે શુટિંગ દરમિયાન કયારેક ને ક્યારેક કલાકારો ને ઇજા પહોંચતી હોય છે.
આ સિરીઝ ના શુટિંગ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા ના હાથ પર પણ ઇજા પહોંચી હતી જે બાદ રોહિત શેટ્ટી ની ફિલ્મોમાં અકેશન સીન કરવામાં કેટલી તકલીફ પડે છે તેના સબૂત તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક વિડિયો અને ફોટો સોશીયલ મીડીયા પર શેર કર્યા હતા.
આ વીડિયો અને ફોટા શેર કરતા સિદ્ધાર્થ લખ્યું રોહિત શેટ્ટી એક્શન હીરો મતલબ અસલી ખૂન અસલી પરસેવો જણાવી દઈએ કે રોહિત શેટ્ટી ની આ સિરીઝ માં સિદ્ધાર્થ ઉપરાંત શિલ્પા શેટ્ટી,વિવેક ઓબેરોય પણ જોવા મળવાના છે.
Leave a Reply