
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનુ નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જેને બોલીવુડમાં રહીને જ બોલીવુડના કાળા કામો અંગે ખુલાસા કર્યા છે.
આ જ કારણ છે કે બોલીવુડના મોટાભાગના નિર્માતાઓ અને કલાકાર કંગના રનૌત થી દુર રહેતા જોવા મળતા હોય છે જેને કારણે કંગના રનૌત હંમેશા કરણ જોહર અને બોલીવુડ કલાકારોની નિંદા કરતી જોવા મળતી હોય છે.
હાલમાં પણ કંગના રનૌતે બોલીવુડના બે જાણીતા કલાકારો પર નિશાન સાધ્યું છે આ કલાકારો બીજા કોઈ નહિ પરંતું અજય દેવગણ અને અક્ષય કુમાર છે હાલમાં જ અભિનેતા અક્ષય કુમાર અંગે વાત કરતા કંગનાએ કહ્યું કે તેની ફિલ્મ થલાઈવી ના રિલીઝ થયા બાદ અક્ષય કુમારે તેને ફોન કરીને ફિલ્મના વખાણ કર્યા હતા.
જો કે કંગના રનૌતે જણાવ્યું કે અક્ષય કુમાર આજ સુધી તેની ફિલ્મ અંગે કોઈ ટ્વીટ કર્યું નથી સાથે જ અજય દેવગણ જેની સાથે એક સમયે કંગના રનૌત ના અફેરની ચર્ચા સામે આવી હતી તેમના વિશે વાત કરતા કંગનાએ કહ્યું કે અજય બધાની ફિલ્મને પ્રમોટ કરશે પણ મારી ફિલ્મને નહિ કરે.
એટલું જ નહિ અજય દેવગણ વિશે વાત કરતાં કંગના એ પૂછ્યું શું જે રીતે અજયે ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડીમાં રોલ કર્યો તે રીતે મારી કોઈ ફિલ્મમાં રોલ કરવા તૈયાર થશે જો અજય દેવગણ મારી ફિલ્મમાં કામ કરવા તૈયાર થાય તો હું તેમની આભારી રહીશ જણાવી દઈએ કે હાલમાં કંગના રનૌત તેની ફિલ્મ ધાકડના પ્રમોશનમા વ્યસ્ત છે.
Leave a Reply