
હાલમાં ઉર્ફી જાવેદ ફરીથી મુશ્કેલીમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ સેન્સ અને આઉટફિટ્સ માટે હેડલાઇન્સ બનાવે છે પોતાના રંગબેરંગી કપડાઓને કારણે લાઈમલાઈટમાં રહેનારી આ અભિનેત્રી હવે એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
હંમેશની જેમ આ વખતે પણ ઉર્ફીનો ડ્રેસ તેના માટે સમસ્યા બની ગયો છે ખરેખર ઉર્ફી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઉર્ફી પર જાહેર સ્થળો અને સોશિયલ મીડિયા પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે એટલું જ નહીં તે ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ કરતી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ઉર્ફી વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે શુક્રવારે 9 ડિસેમ્બરે પોલીસને લેખિત અરજી આપી હતી પોલીસે 11 ડિસેમ્બર, રવિવારે ફરિયાદ નોંધી છે આ માહિતી પોલીસ અધિકારીઓએ આપી છે.
આ પહેલા પણ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો હકીકતમાં એક વ્યક્તિએ ઉર્ફી વિરુદ્ધ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે સમયે પણ ઉર્ફી પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.
ઉપરાંત, મ્યુઝિક વિડિયો હે હૈ યે મજબૂરીના કારણે ઉર્ફી કાનૂની સમસ્યાઓમાં ફસાઈ ગઈ છે ઉર્ફી પર ગીતમાં રિવિલિંગ ડ્રેસ પહેરવાનો આરોપ હતો
Leave a Reply