
વર્ષ 2020મા અચાનક જ એક બાદ એક ટીવી અને બોલીવુડ કલાકારોની આત્મહત્યાના સામે આવેલા કિસ્સા તો તમને યાદ હશે જ હાલમાં પણ આવી જ પરિસ્થિતિ ફરી એકવાર સર્જાતી જોવા મળી રહી છે થોડા દિવસ પહેલાં જ મલયાલમ અભિનેત્રી સહાનાં નું રહસ્યમય રીતે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ ગઈકાલે બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેના ઘરમાંથી જ તેની લાશ મળી આવી હતી જે બાદ આજે વધુ એક સાઉથ અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવ્યા છે હાલમાં સામે આવેલી ખબર અનુસાર કન્નડ ટીવી સીરીયલ ની અભિનેત્રી ચિત્રા રાજનું નિધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર કન્નડ સિરિયલ ની અભિનેત્રી જેની ઉંમર માત્ર 21 વર્ષ હતી તેને મા બાપની જાણ બહાર જ પાતળા થવા શરીરની સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો જે બાદ બેંગલુરુના એક હોસ્પિટલમાં તેને દોસ્તો સાથે મળીને સર્જરી પણ કરાવી હતી.
પરંતુ સર્જરી બાદ અચાનક જ તેના ફેફસાંમાં પાણી ભરાઈ જતાં તેનું મોત નિપજ્યું હતુ જો કે હાલમાં તો આ અભિનેત્રી ની લાશને પોસમોર્ટમ માટે મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે દીકરીની આ સર્જરીથી અજાણ પરિવારે હાલમાં હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ લાપરવાહી નો આરોપ લગાવ્યો છે.
Leave a Reply