
બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત નું નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જેને ન માત્ર પોતાના અભિનય થી પરંતુ પોતાના ડાંસ અને પોતાની સુંદરતાને કારણે પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
આજના મોડર્ન યુગમાં જ્યાં લોકો બોલીવુડ સ્ટાર્સ ની ખુલ્લેઆમ નિંદા કરી રહ્યા છે તેમના નામના મેઈમ બનાવીને મજાક ઉડાવી રહ્યા છે એવા સમયમાં પણ માધુરી દીક્ષિત ને એક આદર થી જોવામાં આવે છે.
પરંતુ કહેવાય છે ને કે આદર ત્યાં સુધી જ મળતો રહે જ્યાં સુધી તમે લોકોનું ગમતું કરતા રહો જો તમે લોકોની પસંદ વિરુદ્ધ કોઈ કામ કરશો તો તમે પણ તેમનું નિંદાનો ભોગ બનશો જ.
હાલમાં આવું જ કંઈ થયું છે માધુરી દિક્ષિત સાથે માધુરી જેને લોકોએ હમેશા માન આપ્યું છે તે હાલમાં પોતાની આવનારી ફિલ્મને કારણે લોકોની નિંદાનો ભોગ બની રહી છે જણાવી દઈએ કે માધુરી દિક્ષિત તેની આવનારી ફિલ્મમાં એક લેસ્બિયન નું પાત્ર ભજવવાની છે.
દર્શકો અને સમાજ બદલતા માધુરી પણ પોતાના કરિયર મા બદલાવ સાથે પહેલીવાર આ પાત્ર ભજવવા જઈ રહી છે એવામાં લેસ્બિયન સંબંધોનો વિરોધ કરનાર કેટલાક લોકોએ માધુરીના આ નિર્ણય પર તેની ખૂબ નિંદા કરી છે જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ મજામાં છે જેને આનંદ તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે.
Leave a Reply