
દોસ્તો હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે બિગબોસ 6 ની વિનર રહેલી ઉર્વશી ધોળકિયા સાથે કાર અકસ્માત થયો છે આ ઘટનામાં અભિનેત્રી ઉર્વશી ધોળકિયા એક મોટી દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગઈ છે તેના વિશે સમાચાર છે કે શનિવારે એક સ્કૂલ બસે અભિનેત્રીની કારને ટક્કર મારી હતી.

જો કે સદનસીબે કાર અને સ્કૂલ બસ વચ્ચેની અથડામણમાં અભિનેત્રીને ગંભીર ઈજા થઈ ન હતી મળતી માહિતી મુજબ અભિનેત્રી શોના શૂટિંગ માટે પોતાની કારમાં બેસીને મુંબઈના મીરા રોડ ફિલ્મ સ્ટુડિયો તરફ જઈ રહી હતી.

દરમિયાન કાશીમીરા વિસ્તારમાં પાછળથી બાળકોથી ભરેલી સ્કૂલ બસે ઉર્વશી ધોળકિયાની કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઉર્વશી ધોળકિયા અને તેના સ્ટાફના સભ્યો આબાદ બચી ગયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલ બસ હોવાથી ઉર્વશીએ આ મામલે કોઈ કાનૂની કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

ઉર્વશીએ સ્કૂલ બસ ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો નથી ઉર્વશી કહે છે કે આ માત્ર એક અકસ્માત હતો. ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. ડોક્ટરે થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
Leave a Reply