
તાજેતરમાં ટીવી અભિનેત્રી વીણા કપૂર વિશે એક આશ્ચર્યજનક સમાચાર ફેલાયા હતા સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રોપર્ટી માટે અભિનેત્રીની તેના જ પુત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી પરંતુ આ સમાચાર ખોટા હતા હવે અભિનેત્રી પોતે તેના પુત્ર સાથે આ સમગ્ર મામલે દિંડોશી પોલીસ સ્ટેશન પહોંચી છે અને તેણે પોલીસમાં અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે તેના પુત્ર સાથે પોલીસ સ્ટેશનની બહાર જોવા મળી હતી આ દરમિયાન તેણે પત્રકારોને કહ્યું કે હું કોરેગાંવમાં મારા પુત્ર સાથે રહું છું અને હું જીવિત છું મુંબઈમાં જે મહિલાની હત્યા થઈ હતી તેનું નામ પણ વીણા કપૂર હતું અને તે પણ તેના પુત્ર સાથે રહેતી હતી. આવી સ્થિતિમાં લોકોએ મારા મૃત્યુના સમાચાર ફેલાવ્યા જે ખૂબ જ ખોટા છે.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હું સુરક્ષિત અને જીવિત છુ મારા વિશે ફેલાતા આવા સમાચારો પર વિશ્વાસ ન કરો તેણે કહ્યું કે જો હું હવે ફરિયાદ નહીં કરું તો અન્ય લોકો સાથે પણ આવું જ થશે આ માનસિક ત્રાસ છે.
પત્રકારોએ પૂછ્યું કે હવે જે લોકોને તમારા ફોન આવી રહ્યા છે તેમને તમે શું કહેવા માંગો છો આ સવાલના જવાબ પર વીણા કપૂરે કહ્યું કે હું જીવિત છું, સુરક્ષિત છું. આવા સમાચાર પર વિશ્વાસ ન કરો આ સિવાય વીણા કપૂર સાથે હાજર તેમના પુત્રએ કહ્યું કે તમારે કોઈપણ પ્રકારના ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવો જોઈએ.
પુત્રએ કહ્યું કે આવા સમાચાર સાંભળીને મને આશ્ચર્ય થયું. કારણ કે આવા સમાચાર માનસિક સતામણીથી ઓછા નથી વીણા કપૂરના પુત્રએ પણ દિંડોશી પોલીસના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે પોલીસ દ્વારા મારી ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે અમારી સાથે ખૂબ સારું વર્તન કર્યું. તેઓએ અમને સંપૂર્ણ ટેકો આપ્યો અને ફરિયાદ નોંધવામાં અમને કોઈ સમસ્યાનો સામનો ન કરવા દીધો.
Leave a Reply