
દોસ્તો અદાણી ગ્રૂપ અને તેના શેરને લઈને રાહત ના સમાચાર સામે આવ્યા છે હિંડનબર્ગના રિપોર્ટ બાદ પરેશાન અદાણી ગ્રુપ માટે છેલ્લા 24 કલાક ખૂબ જ સકારાત્મક રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો આવ્યો છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 20 ટકાના વધારા સાથે અપર સર્કિટ પર પહોંચ્યો હતો.કંપનીનો શેર 235.20 વધીને રૂ. 1807.5 પર પહોંચ્યો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિસ્ટ ઝોન લિમિટેડનો શેર આજે 9.63 ટકા વધીને રૂ. 597 થયો.
અદાણી પાવરનો શેર 0.52 ટકા વધીને રૂ.183.40 થયો હતો અદાણી ટ્રાન્સમિશનનો શેર 5 ટકા વધીને રૂ. 1324.45 થયો અદાણી ગ્રીન એનર્જીનો શેર 3.84 ટકા વધીને રૂ. 921.65 થયો.
અદાણી વિલ્મરનો શેર 4.99 ટકા વધીને રૂ. 399.40, NDTVનો શેર 4.98 ટકા વધીને રૂ. 225.35, અંબુજા સિમેન્ટનો શેર 3.41 ટકા વધીને રૂ. 392.40 થયો.
લોકો જાણવા માંગે છે અચાનક કઈ રીતે થયું તો તમને જણાવી દઈએ કે મુશ્કિલ સમયમાં અદાણી ગ્રૂપે મોટો ફેસલો લીધો છે અદાણી ગ્રૂપે તેની કેટલીક કંપનીઓના ગીરવે મૂકેલા શેરને રિડીમ કરવાની યોજના બનાવી છે.
અદાણી પોર્ટ્સમાં, 168.27 મિલિયન શેર જે 12 ટકા પ્રમોટરનો હિસ્સો છે જારી કરવામાં આવશે અદાણી ગ્રીન એનર્જીને 27.56 મિલિયન શેર અથવા પ્રમોટરોનો 3 ટકા હિસ્સો જારી કરવામાં આવશે.
Leave a Reply