
હાલના સમયના અંદર ગૌતમ અદાણીને લઈએ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવા વર્ષ 2023ના પહેલા મહિનામાં જ એક અમેરિકન ફર્મનો રિપોર્ટ અદાણી ગ્રુપ માટે નુકસાનકારક સાબિત થયો છે આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં એટલો ઘટાડો થયો.
કે તેમને લગભગ 50 હજાર કરોડનું નુકસાન સહન કરવું પડ્યું ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓ પર અનેક સવાલો ઉભા થયા છે હવે અદાણી ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચ સામે મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યું છે.
પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેણે ઉમેર્યું હતું કે તે સંશોધન ફર્મ હિંડનબર્ગ સામે શિક્ષાત્મક પગલાં માટે યુએસ અને ભારતીય કાયદા હેઠળ સંબંધિત જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે.
જેણે ટેક્સ હેવનના અયોગ્ય ઉપયોગ અને જૂથ પરના ઊંચા દેવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે હાલના સમયના અંદર ગૌતમ અદાણી દુનિયાના સૌથી અમીર લોકોના ક્રમમાથી નીચે આવતા જોવા મળે છે.
Leave a Reply