
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે લોકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વિદેશમાં પઠાણ ટિકિટોનું એડવાન્સ બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ ફિલ્મની રિલીઝના પાંચ દિવસ પહેલા 20 જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં 2D વર્ઝનની ટિકિટ સામેલ હશે.
IMAX, 4DX, D Box અને ICE જેવા પ્રીમિયમ ફોર્મેટમાં હિન્દી ભાષાની ટિકિટ માટે એડવાન્સ બુકિંગ વિન્ડો 20 મીથી ખુલશે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે.
ચાર વર્ષના લાંબા ગાળા બાદ શાહરૂખ પઠાણ સાથે મોટા પડદે પરત ફરવા માટે તૈયાર છે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહેવાલો અનુસાર પઠાણ 25 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે
Leave a Reply