
ફિલ્મ જગતમાં લગ્ન કરવા કે તલાક લેવા કોઈ નવી વાત નથી હોતી.થોડા મહિનાઓ પહેલાં જ સાઉથ અભિનેતા ધનુષ અને નાગા ચૈતન્ય એ પોતાના લગ્ન જીવનનો અંત કર્યો હતો સાથે જ બોલીવુડમાં પણ અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પણ પત્ની મલાઈકા અરોરા સાથે તલાક લીધા હતા.
એટલું જ નહિ હાલમાં જ સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાને પણ પત્ની સીમા થી અલગ થવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે જે બાદ હાલમાં વધુ એક બોલીવુડ કપલ ના અલગ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. આ કપલ બીજુ કોઈ નહિ પરંતુ ઇમરાન ખાન અને તેમની પત્ની અવંતિકા મલિક છે ઇમરાન અને અવંતિકા નાનપણના મિત્ર હતા જેમને લગ્ન કર્યા હતા.
પરંતુ પાછલા કેટલાક વર્ષથી આ કપલ અલગ રહે છે. રિપોર્ટ અનુસાર અવંતિકા કેટલાક વર્ષથી તેના માતાપિતાના ઘરે રહે છે.જો કે અત્યાર સુધી આ કપલ એ તલાક અંગે કોઈ વાત કરી ન હતી પરંતુ ઘણા સમયથી બંને બોલીવુડ થી દુર રહ્યા બાદ હવે આ બંનેના જલ્દી જ તલાક થવાની ખબર સામે આવી રહી છે.
Leave a Reply