
ફિલ્મ જગતમાં લગ્ન કરવા કે તલાક લેવા કોઈ નવી વાત નથી હોતી થોડા મહિનાઓ પહેલાં જ સાઉથ અભિનેતા ધનુષ અને નાગા ચૈતન્યએ પોતાના લગ્ન જીવનનો અંત કર્યો હતો સાથે જ બોલીવુડમાં પણ અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પણ પત્ની મલાઈકા અરોરા સાથે તલાક લીધા હતા.
જે બાદ હાલમાં ફરી એકવાર સલમાન ખાનના જ પરિવારના એક સભ્ય પોતાના લગ્ન જીવનનો અંત કરવા જઈ રહ્યા છે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન તેમની પત્ની સીમા ખાન સાથે તલાક લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું 13 મેના રોજ સોહેલ અને સીમા ખાન ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી માટે આવ્યા હતા.
જો કે આ તલાક કયા કારણથી કરવામાં આવી રહ્યા છે તે અંગે તો હાલમાં કોઈ માહિતી સામે આવી નથી પરંતું ગઇકાલે સીમા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનું યુઝર નેમ બદલ્યું હતું તેને પોતાના નામ પાછળથી ખાન અટક દૂર કરીને સીમા સચદેહ કરી હતી.
પોતાના સોશીયલ મીડીયા આઇડી પર આ બદલાવ કરવાની સાથે જ સીમા ખાને તેના અને સોહેલ ના સંબંધમાં હવે એક થવાની સંભાવના ન હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું તો બીજી તરફ ખાન પરિવારમાં પણ આ તલાક થી કોઈ ખાસ ફરક ન પડ્યો હોવાનું જણાઇ રહ્યું છે હાલમાં જ ખાન પરિવારથી કેટલાક ફોટા સોશીયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યા છે.
જેમાં સોહેલ ખાનના ભાઈ અરબાઝ ખાન પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ કે અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા ના જન્મદિવસ પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં જૉર્જિયા ના તમામ ફ્રેન્ડ હાજર રહ્યા હતા. ખાસ કરીને શહેનાઝ ગિલ જે જૉર્જિયાની ફ્રેન્ડ છે તે આ પાર્ટીમાં જોવા મળી હતી.
Leave a Reply