
ફિલ્મોની દુનિયા સામેથી સુંદર લાગે છે પરંતુ તેની પાછળ ઘણો સંઘર્ષ છુપાયેલો છે. સ્ટાર બનતા પહેલા ઘણી એવી વાતો છે જે આજે સાંભળીએ તો ચોંકી જવાય. તમને ફિલ્મ મૈંને પ્યાર કિયા તો યાદ જ હશે આ ફિલ્મ દ્વારા ભાગ્યશ્રીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એમાં કોઈ શંકા નથી કે ભાગ્યશ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
આ ફિલ્મ સાથે જોડાયેલી એક કિસ્સો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે આવો આ વિશે વાત કરીએ સૂરજ બડજાત્યા 1989માં આ સુંદર ફિલ્મ લઈને આવ્યા હતા આ બ્લોકબસ્ટર લવ ડ્રામા સલમાન ખાનની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો આ ફિલ્મે સલમાનને ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરવાનું કામ કર્યું હતું.
ભાગ્યશ્રીએ આ ફિલ્મ દ્વારા તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.ફિલ્મમાં ભાગ્યશ્રીને એક સામાન્ય છોકરી તરીકે બતાવવામાં આવી હતી જે એક મધ્યમ વર્ગીય પરિવારની હતી. રિયલ લાઈફમાં પણ ભાગ્યશ્રી ખૂબ જ સિમ્પલ હતી.
વળી તેમનો પરિવાર પણ રૂઢિચુસ્ત હતો. આવી સ્થિતિમાં ભાગ્યશ્રીએ બહારની દુનિયા બહુ જોઈ ન હતી. ફિલ્મોમાં કામ કરવું તેના માટે મોટી વાત હતી. ફિલ્મના એક સીન દરમિયાન તે એટલી નર્વસ થઈ ગઈ હતી કે તે કલાકો સુધી રડતી રહી હતી.
સમાચાર અનુસાર, ફિલ્મના હિટ ગીત કબૂતર જા જા ના અંત પછી ભાગ્યશ્રી અને સલમાન વચ્ચે ગળે મળવાનો સીન હતો. સીન શૂટ કરતી વખતે સલમાને ભાગ્યશ્રીને ગળે લગાવી ત્યારે તે ડરી ગઈ હતી. સીન ઓકે થયા બાદ તે રડવા લાગી અને લગભગ 3 કલાક સુધી પરેશાન રહી.આ પછી જ્યારે તે થોડી નોર્મલ થઈ ગઈ ત્યારે સૂરજે તેને પૂછ્યું કે તે પરેશાન કેમ છે.
તો તેના પર ભાગ્યશ્રીએ કહ્યું કે તેણે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને આ રીતે ગળે લગાવી નથી તેથી તે નારાજ થઈ ગઈ આ પછી સૂરજે તેમને કમ્ફર્ટેબલ લાગે તે રીતે સીન શૂટ કરવાનું કહ્યું આ પછી સલમાન અને ભાગ્યશ્રી વચ્ચેનું કિસિંગ સીન પણ કાચની દિવાલ પર લગાવીને શૂટ કરવામાં આવ્યું હતું.
Leave a Reply