
એ તો તમે જાણતા જ હશો કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનની એક મહિલા દ્વારા રશિયન સૈનિક પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો મહિલાનું કહેવું હતું કે રશિયન સૈનિક દ્વારા તેના પતિ સામે તેનો રેપ કરી પતિને ગોળી મારી દેવામાં આવી હતી.
આટલું જ નહિ સોશીયલ મીડીયા પર રશિયન સૈનિક અને તેની પત્ની નો એક ઓડિયો સામે આવ્યો હતો જેમાં પત્ની સૈનિક પતિને યુક્રેન મહિલાનો બળાત્કાર કરવાની પરવાનગી આપતી જોવા મળી રહી છે. પત્ની નું કહેવું છે કે જો પતિને જરૂરી લાગે તો તે બળાત્કાર કરી શકે છે પણ હા તે અંગે તેને પત્નીને ક્યારેય જાણ ન કરવી.
જો કે આ વાતને ઘણો લાંબો સમય થઈ ગયો હોવા છતાં કાન્સ ફેસ્ટિવલમાં પહોંચેલી એક મહિલાને કારણે આ કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર હાલમાં ચાલી રહેલા કાન્સ ફેસ્ટિવલમાં અભિનેત્રીઓ વચ્ચે એક મહિલા અચાનક જ આવી પહોંચી હતી.
જે બાદ કાન્સમાં હાજર મેલ મીડીયા રિપોર્ટર સામે જતાં આ મહિલાએ પોતાના કપડા ઉતારી દીધા હતા. જો કે શરૂઆતમાં આ હરકત જોતા જ લોકો દંગ રહી ગયા હતા. પરંતુ બાદમાં આ મહિલાના શરીર પર લખેલા સંદેશને જોતા તે યુક્રેન ની મહિલાઓ પર થયેલા અત્યાચાર સામે વિરોધ કરનાર હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ મહિલાએ તેના શરીર પર લખ્યું હતું અમારો બળાત્કાર કરવાનું બંધ કરો.જો કે મહિલાની આ હરકત બાદ ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ મહિલાને ત્યાંથી દૂર કરી હતી.હાલમાં આ ઘટનાના ફોટા અને વિડિયો સોશીયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યા છે આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply