
હાલમાં બૉલીવુડ જગતમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારના સંબંધોના સમાચાર આવતા રહે છે હવે ચર્ચા છે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને ડેટ કરી રહી છે.
આ સિરીઝ ગયા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી શરૂ થઈ હતી ફિલ્મ ધ આર્ચીઝ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે સુહાના ખાન અને અગસ્ત્ય નંદા રિલેશનશિપમાં છે અગસ્ત્યએ સુહાનાનો પરિચય પણ તેના પરિવાર સાથે કરાવ્યો છે.
સૂત્રના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ક્રિસમસના અવસર પર કપૂર પરિવારે એક બ્રંચ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં અગસ્ત્ય નંદાએ સુહાના ખાનને તેના પરિવારના સભ્યો સાથે પરિચય કરાવ્યો હતો અને તે દરમિયાન તેણે સુહાનાને તેની જીવનસાથી બનવાનું કહ્યું હતું.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અગસ્ત્યએ સુહાનાને તેના પરિવારના સભ્યો સાથે પાર્ટનર તરીકે ઓળખાવી છે સુહાના અને અગસ્ત્ય વચ્ચેના પ્રેમની શરૂઆત ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી થઈ હતી.
ખબર છે કે આ ફિલ્મ સુહાના ખાન અને અગસ્ત્ય નંદાનો ડેબ્યુ પ્રોજેક્ટ છે સૂત્રએ જણાવ્યું કે સુહાના અને અગસ્ત્ય સેટ પર સાથે ઘણો સમય વિતાવતા હતા પરંતુ તેઓએ ક્યારેય તેમની બોન્ડિંગ કોઈથી છુપાવી નથી.
Leave a Reply