
હાલમાં શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે તો તમે જાણતા જ હશો 17મે થી 28મે સુધી ચાલનારા આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા આ વખતે ભારતીય સિનેમાની એક બે નહીં પરતું ત્રણ ફિલ્મોની સ્ક્રીનીંગ કરવામાં આવવાની છે જેમાં આલ્ફા બીટા ગામા નામની હિન્દી ફિલ્મનો પણ સમાવેશ થાય છે.
વાત કરીએ આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા જોવા મળનાર કલાકારો વિશે તો આ વર્ષે હેલી શાહ તમન્ના ભાટિયા, ઉર્વશી રાઉટેલા અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર જોવા મળવાની છે જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જુરી તરીકે જોવા મળી છે.
જો કે ગઇકાલથી જ આ ઇવેન્ટની શરૂઆત થઈ ગઈ છે ગઇકાલે દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ પર બ્લેક અને ગોલ્ડન કલરની સાડીમા જોવા મળી હતી તો આજે બીજા દિવસે પણ દીપિકા પાદુકોણ એ પોતાની અલગ અદા અને સ્ટાઈલ થી મીડીયા નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું દીપિકા પાદુકોણે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મૈસુર સિલ્ક ફ્લોરલ પ્રિન્ટ શર્ટ પહેર્યું હતું.
સાથે જ મેચિંગ સિલ્ક હેર બેન્ડ અને ગ્રીન ટ્રાઉઝર પહેર્યું હતું આ સાથે દીપિકાએ ગળામાં મલ્ટી કલર નેકલેસ અને હાથમાં ઘડિયાળ પહેરી છે. જો કે એક તરફ દીપિકાના મેકઅપ અને ડ્રેસ ને કારણે લોકો આકર્ષિત થયા હતા તો બીજી તરફ એશ્વર્યા રાયના મેકઅપની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બંને દિવસ ખૂબ જ નિંદા થઈ હતી.
એશ્વર્યા રાય બચ્ચન જે હાલમાં જ અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી તેના કપડા અને મેકઅપ ને લઈને હાલમાં સોશીયલ મીડીયા પર નિંદા કરવામાં આવી રહી છે. સાથે જ લોકો બોટોકસ અને અન્ય સર્જરીના નામથી પણ એશ્વર્યા રાયની નિંદા કરી રહ્યા છે.
જણાવી દઈએ કે એશ્વર્યા રાય બચ્ચન કાન્સના પહેલાં દિવસે એક પિંક કલરના શર્ટ અને પેન્ટમાં જોવા મળી હતી.તો બીજા દિવસે તે બ્લેક કલરના લોંગ ગાઉન મા જોવા મળી હતી જેના પર અલગ અલગ ફૂલ પણ લગાવવામાં આવ્યા હતા આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply