
બોલિવૂડ એક્ટર અજય દેવગન આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ભોલાને લઈને ચર્ચામાં છે આ ફિલ્મમાં અજય દેવગન એક અલગ જ અવતારમાં જોવા મળશે. ફિલ્મમાંથી અજય દેવગનનો લુક સામે આવ્યો છે ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન અજય દેવગણે ભોલાનું નવું પોસ્ટર લોન્ચ કર્યું છે, જેમાં તેનો ખતરનાક લુક સામે આવ્યો છે અજય દેવગણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભોલાના નવા પોસ્ટરની ઝલક આપી છે, જેમાં જોઈ શકાય છે કે અજય દેવગણે કપાળ પર જમ્યા છે અને પીઠ પર ત્રિશૂળ લગાવ્યું છે.
તે ખૂબ જ ગુસ્સામાં દેખાય છે. તેનો રૌદ્ર અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ‘ભોલા’ના પોસ્ટરની સાથે અજય દેવગણે ફિલ્મના ટીઝર સાથે જોડાયેલી નવી માહિતી શેર કરી છે. તેણે કેપ્શનમાં જણાવ્યું કે, ફિલ્મનું બીજું ટીઝર 24 જાન્યુઆરીએ રિલીઝ થશે.
જાણવા મળે છે કે આ ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળશે. તે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે આ પહેલા તબ્બુ દ્રશ્યમ અને દ્રશ્યમ 2 માં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી ચૂકી છે આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા અજય દેવગન પોતે છે.
Leave a Reply