
બોલિવૂડનો જાણીતો એક્ટર અક્ષય કુમાર વર્ષ 2023માં ફરી એકવાર બોક્સ ઓફિસ પર કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે તે પોતાની ફિલ્મ સેલ્ફીથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર છે. હાલમાં જ અક્ષય કુમારની આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને ઘણું પસંદ આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલર વીડિયોને લઈને પણ લોકો ઘણી ચર્ચા કરી રહ્યા છે. આ ઈવેન્ટમાં અક્ષય કુમાર પણ જોવા મળ્યો હતો. આ ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિલ્મો અંગેના નિવેદન પર વાત કરી હતી.
થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે રાજનેતાઓને સલાહ આપી છે કે તેઓ ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચે. જે બાદ પીએમ મોદીના આ નિવેદનને લઈને બી-ટાઉનમાં ઘણી ચર્ચા થઈ રહી છે.
આ દરમિયાન હવે અક્ષય કુમારે પીએમ મોદીના આ નિવેદન પર વાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન, અક્ષય કુમારે પીએમ મોદીના નિવેદનનું સ્વાગત કર્યું અને કહ્યું.
જો વસ્તુઓ બદલાશે તો તે અમારા ઉદ્યોગ માટે ખૂબ જ સારું રહેશે. વધુમાં તેણે કહ્યું કે, ફિલ્મો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સાથે જ અક્ષય કુમારે પીએમ મોદીને સૌથી મોટા પ્રભાવક ગણાવ્યા.
Leave a Reply